

| સર્વ મંગલ માંગલ્યે શિવે સવાર્થે સાધીકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે |
|
|
શ્રી ઉમિયા માતાજીની આરતી |
|
| ઉતારો આરતી માં ઉમિયાજી પધાર્યા……(૨) ઊંઝાવાળી માવડી ભલે રે પધાર્યા………(૨) |
|
| ઝીણે ઝીણે ચોખલીયે ને, ઝીણે ઝીણે ચોખલીયે ને મોતીડે વધાવ્યા………..……ઉતારો આરતી | |
| આસો રે પાલવના મે તો તોરણ બંધાવ્યા ….(૨) સાચા રે મોતીડે મે તો સાથિયા પુરાવ્યા…….(૨) |
|
| હસતા રમતા આવ્યા માડી, હસતા રમતા આવ્યા માડી કંકુ પગલે આવ્યા રે……ઉતારો આરતી | |
| શેરીએ શેરીએ મે તો ફુલ્ડા વેરાવ્યા……(૨) અબીલ ગુલાલને અતર છટાવ્યા………(૨) |
|
| સોનાના તે કોડીએ મે, સોનાના તે કોડીએ મે દિવડા પ્રગટાવ્યા રે…….....….…ઉતારો આરતી | |
| શરણાયે વગડાવી મે તો ઢોલીડા તેડાવ્યા….(૨) નોબત નગારાને વાજીંત્રો વગડાવ્યા……….(૨) |
|
| વાજંતે ગાજતે માના, વાજંતે ગાજતે માના, સામૈયા કરાવ્યા રે……………....ઉતારો આરતી | |
| સોનારે રૂપાના મે તો બાજોઠ ઢળાવ્યા………(૨) માતાજીને મનગમતો મે થાળ રે પધરાવ્યા…(૨) |
|
| હરખે ને હીલોળે માના, હરખે ને હીલોળે માના તેડા મે કરાવ્યા રે………....…..ઉતારો આરતી | |
| પુર ગૌરવ કરૂણાવતારમ, સંસાર સારમ ભુજગેન્દ્રમ હારમ સદા વસન્તમ વજીયાર વિન્દમ, ભવન ભવામી સહિતમ નમામી |
|