આરતી

શ્રી ઉમિયાજીની આરતી

આનંદ આનંદ કરું આરતી, જય ઉમિયાને સેવા
 જય ઉમિયાની સેવા માતાજીની સેવા...આનંદ...
 
પરમાનંદ પરમ પદ તારું, પ્રેમતણી પ્રતિમા રે...આનંદ...
બ્રહ્મા, વિષ્ણુ, મહેશે પૂજ્યા, અભય વરદાન લેવા...આનંદ...
અડસઠ તીરથ માના ચરણે, ગંગા, યમુના રેવા...આનંદ...
માના સંતાનો માને ભજી લ્યો, ટાળવા ભવના ફેરા રે... આનંદ...
મા ના હોય તો દુનિયા ક્યાંથી, માના સ્થાન અનેરા... આનંદ...
દુઃખિયા આવે સુખિયા આવે, આનંદ સુખડા લેવા રે... આનંદ..


સર્વ મંગલ માંગલ્યે શિવે સવાર્થે સાધીકે
શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે

શ્રી ઉમિયા માતાજીની આરતી

     ઉતારો આરતી માં ઉમિયાજી પધાર્યા……(૨)
     ઊંઝાવાળી માવડી ભલે રે પધાર્યા………(૨)
 
               ઝીણે ઝીણે ચોખલીયે ને, ઝીણે ઝીણે ચોખલીયે ને મોતીડે વધાવ્યા……….……ઉતારો આરતી
     આસો રે પાલવના મે તો તોરણ બંધાવ્યા ….(૨)
     સાચા રે મોતીડે મે તો સાથિયા પુરાવ્યા…….(૨)
 
               હસતા રમતા આવ્યા માડી, હસતા રમતા આવ્યા માડી કંકુ પગલે આવ્યા રે…ઉતારો આરતી
     શેરીએ શેરીએ મે તો ફુલ્ડા વેરાવ્યા……(૨)
     અબીલ ગુલાલને અતર છટાવ્યા………(૨)
 
               સોનાના તે કોડીએ મે, સોનાના તે કોડીએ મે દિવડા પ્રગટાવ્યા રે……...........ઉતારો આરતી
     શરણાયે વગડાવી મે તો ઢોલીડા તેડાવ્યા….(૨)
     નોબત નગારાને વાજીંત્રો વગડાવ્યા……….(૨)
 
               વાજંતે ગાજતે માના, વાજંતે ગાજતે માના, સામૈયા કરાવ્યા રે………........ઉતારો આરતી
     સોનારે રૂપાના મે તો બાજોઠ ઢળાવ્યા………(૨)
     માતાજીને મનગમતો મે થાળ રે પધરાવ્યા…(૨)
 
               હરખે ને હીલોળે માના, હરખે ને હીલોળે માના તેડા મે કરાવ્યા રે………..…..ઉતારો આરતી
   
પુર ગૌરવ કરૂણાવતારમ, સંસાર સારમ ભુજગેન્દ્રમ હારમ
સદા વસન્તમ વજીયાર વિન્દમ, ભવન ભવામી સહિતમ નમામી

Dhawaj Poojan
Video Gallery
Any question or work related web please contact us on web@umasidsar.org
Home | About Trust | Facilities | Kadva Patidar Directory | How to Reach | Community Activities | Photo Gallery | Video Gallery | Audio Gallery | Contact Us
Copyright © 2019, Umasidsar.org, All Rights Reserved. | Web Solutions ::