મંદીરની સેવાકીય પ્રવૃતિઓ
 • મંદિરે દર્શનાર્થે આવતાં યાત્રિકો વિનામૂલ્યે ચા, ભોજનપ્રસાદી અને ઉતારાની સગવડતાઓ આપવાની સગવડતાઓ આપવામાં આવે છે.
 •  
 • કાયમી લગ્ન અભિયાનમાં આવનારની અનુકૂળ તારીખે કોઈપદણ ચાર્જ લીધા વગર લગ્ન કરી આપવામાં આવે છે. સાથે કન્યાને સંસ્થા તરફથી વિવિધ વસ્તુઓની ભેટ આપવામાં આવે છે.
 •  
 • જ્ઞાતિનાં આર્થિક રીતે નબળા લોકોને કોઈપણ મોટી બીમારીની સારવાર માટે નિયમ મુજબ સહાય આપવામાં આવે છે.
 •  
 • સૌરાષ્ટ્રનાં કોઇપણ વિસ્તારમાં કડવા પાટીદાર કન્યા છાત્રાલય કે કુમાર છાત્રાલય બનાવનારને રૂ.૧૦,૦૦,૦૦૦/- સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે..
 •  
 • તાલુકા કક્ષા કે જિલ્લા કક્ષાએ જ્યાં કડવા પાટીદાર સમાજની સુવિધા ન હોય ત્યાં નવા ભવનનાં નિર્માણ માટે રૂ.૧,પ૧,૦૦૦/- સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે.
 •  
 • UPSC-GPSC પરીક્ષાઓની તૈયારી માટેના માર્ગદર્શક વર્ગો
 •  
 • દર વર્ષે જ્ઞાતિનાં તેજસ્વી વિદ્યાર્થીઓ અને વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવે છે.
 •  
 • મંદિર ટ્રસ્ટ તરફથી સર્વરોગ નિદાન કેમ્પ, રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે.
 •  
 • દર વર્ષે ભાદરવા સુદ પૂનમનાં રોજ મંદિરનાં પટાંગણમાં ભવ્ય યજ્ઞ કરવામાં આવે છે.
 •  
 • ‘ઉમિયા પરીવાર’ નામનું મુખપત્ર (સામાયિક) ચલાવવામાં આવે છે.
 •  
 • સરકારની ‘જળસ્ત્રાવ વિકાસ યોજના’ના કાર્યક્રમ અમલીકરણ સંસ્થા તરીકે જામજોધપુર તાલુકાના બાર ગામોમાં વરસાદી પાણીનાં સંગ્રહ માટે ચેક ડેમ, બંધપાળા તથા ગ્રામ્ય જંગલો ઉભા કરવાની કામગીરી કરવામાં આવે છે.
 •  
 • પાણી, પુરવઠા બોર્ડ તરફથી વરસાદી પાણીનાં સંગ્રહ માટે ભૂગર્ભ ટાંકા અને ચેક ડેમ બનાવવાની યોજનાનાં અમલીકરણની જવાબદારી પણ સંસ્થાએ સ્વીકારેલ છે.
Dhawaj Poojan
Video Gallery
Any question or work related web please contact us on web@umasidsar.org
Home | About Trust | Facilities | Kadva Patidar Directory | How to Reach | Community Activities | Photo Gallery | Video Gallery | Audio Gallery | Contact Us
Copyright © 2019, Umasidsar.org, All Rights Reserved. | Web Solutions ::