ઉમા સ્કોલર શીપ
 • ‘ઉમા સ્કોલરશીપ’ માટેનું દાન શ્રી ઉમિયા માતાજી સમૃદ્ધિ યોજનામાંમ સમાવિષ્ટ કરવામાં આવશે.
 • કડવા પાટીદાર સમાજની સૌરાષ્ટ્રની તમામ છાત્રાલયના ધો.૪ થી ધો.૧રના હોશિયાર જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓ ઉમા શિષ્યવૃતિ આપવામાં આવશે.
 • લાભાર્થી વિદ્યાર્થીના કુટુંબની આવક રૂ.૭પ,૦૦૦/- થી ઓછી હોવી જોઈશે.
 • છેલ્લી વાર્ષિક પરીક્ષામાં ૬૦% કરતા વધુ ગુણ મેળવેલા હોવા જોઈશે.
 • દાતાશ્રી એક યુનિટ દીઠ રૂ.૧૦,૦૦૦/- આપી "વિદ્યાલક્ષ્મીદાતા"નું બહુમાન મેળવી શકશે.
 • દાતાશ્રી રૂ.૧૦,૦૦૦/- વાળા એક કે તેથી વધુ યુનિટ નોંધાવી શકશે.
 • દાતાશ્રી પાંચ વર્ષ સુધી દર વર્ષે દાન આપે તે અપેક્ષિત છે.
 • ‘ઉમા સ્કોલરશીપ’ યોજના હેઠળ ઉપલબ્ધ ફંડની મર્યાદામાં સૌરાષ્ટ્રના બધા છાત્રાલયોને તેની વિદ્યાર્થીઓ સંખ્યાના સપ્રમાણમાં શિષ્યવૃતિ આપવામાં આવશે.
 • "વિદ્યાલક્ષ્મીદાતા"ને તેમના તરફથી સ્પોન્સર થનાર વિદ્યાર્થીઓની વિગત તથા તે જ રીતે વિદ્યાર્થીઓને તેમને સ્પોન્સર કરનાર "વિદ્યાલક્ષ્મીદાતા"ની વિગત આપવામાં આવશે.
 • શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસર દ્વારા દાતાશ્રી તથા છાત્રાલયો અને વિદ્યાર્થીઓ વચ્ચેનું સંકલન કરવામાં આવશે.
 • શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસર ખાતે "ઉમા સ્કોલરશીપ" ભંડોળનું અલગ એકાઉન્ટ રાખવામાં આવશે.
Dhawaj Poojan
Video Gallery
Any question or work related web please contact us on web@umasidsar.org
Home | About Trust | Facilities | Kadva Patidar Directory | How to Reach | Community Activities | Photo Gallery | Video Gallery | Audio Gallery | Contact Us
Copyright © 2019, Umasidsar.org, All Rights Reserved. | Web Solutions ::