સમૃદ્ધિ યોજના ના હેતુઓ

પ્રસ્તાવના
શ્રી ઉમિયા માતાજી પ્રાગટ્ય શતાબ્દી મહોત્સવની ઈ.સ.૧૯૯૯માં સિદસર ખાતે ભવ્ય ઉજવણી કર્યા બાદ સમગ્ર સૌરાષ્ટ્રના કડવા પાટીદાર સમાજનાં એક નવી ચેતનાનો સંચાર થયો છે. જોમ જુસ્સો અને ઉત્સાહ પ્રગટ્યો છે. સૌના મનમાં સમાજની પ્રગતિ અને સમૃદ્ધિ માટે કંઈક કાર્ય કરવાની તમન્ના જાગી છે. મહોત્સવની સફળતાથી કુળદેવી મા ઉમિયા પ્રત્યેની શ્રદ્ધાં-ભાવના-આસ્થા દૃઢ અને પ્રબળ બની છે. ગામે - ગામ એક નવી આશા - અપેક્ષા જન્મી છે. સમગ્ર સમાજની આ લાગણીઓ જોઈને મહોત્સવના આગેવાનોએ કહેલ કે, પાંચ દિવસોનો ‘ઉત્સવ’ પૂર્ણ થયો છે. પરંતુ ‘મહોત્સવ’ની સાચી કામગીરીનો પ્રારંભ હવે કરવાનો છે.

આજની સમૃદ્ધિ અને પ્રગતિ માટે આવશ્યક છે એવા ‘શિક્ષણ’ને અગ્રતા આપવાનું સૌએ સ્વીકાર્યું. ખેતી અને ખેડૂતો માટે ઉપયોગી એવી ‘જળસંચય’ની પ્રવૃતિઓને પ્રાધાન્ય આપવાનું નક્કી કર્યું. સાથે સાથે આરોગ્યલક્ષી અને વ્યસનમુક્તિ, વૃક્ષારોપણ, સ્વચ્છતા, પર્યાવરણ સુધારણા વિગેરે સમાજ ઉપયોગી કાર્યક્રમો કરવા વિચારાયું. ઉમા બાલ સંસ્કાર કેન્દ્ર દ્વારા સંસ્કાર સિંચન, વ્યક્તિત્વ વિકાસ અને સંસ્કારી પ્રજા તથા સંસ્કારી સમાજના નિર્માણનો સંકલ્પ થયો. આ તમામ લક્ષ્યાંકો અને સંકલ્પો પરિપૂર્ણ કરવા માટે વિવિધ વર્ગના વ્યક્તિ વિશેષો સાથે વિચાર-વિમર્શ કર્યા બાદ ‘શ્રી ઉમિયા માતાજી સમૃધ્ધિ યોજના’ તૈયાર થઈ. સમાજના સર્વાંગી વિકાસ અને સમૃધ્ધિ માટે આ યોજના ખુબ ઉપયોગી બની રહેશે તેવું સૌને લાગ્યું. તેથી જ આગામી પાંચ વર્ષ ઈ.સ.ર૦૦૩ થી ર૦૦૮ દરમ્યાન તેનો અમલ કરવાનું નક્કી થયું. સૌરાષ્ટ્રના સમગ્ર સમાજનો સંપૂર્ણ સહકાર સાંપડશે તેવી શ્રદ્ધાં છે.

યોજનાના ઉદ્દેશો
શ્રી ઉમિયા માતાજી સમૃધ્ધિ યોજનાનો મુખ્ય ઉદેશ સમગ્ર સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજનો શૈક્ષણિક, સમાજીક, આધ્યાત્મિક અને ર્આિથક વિકાસ સાધી સમગ્ર સમાજમાં સંસ્કાર અને સમૃદ્ધિ દ્વારા સુખ અને શાંત પ્રાપ્ત કરવાનો છે. યોજનાના ઉદેશો આ મુજબ છે.

શૈક્ષણિક ઉદેશો
 • શૈક્ષણિક સંકુલોના નિર્માણ દ્વારા શૈક્ષણિક સવલત વધારવી, શિક્ષણને ગુણવતાયુક્ત બનાવવું.
 • વર્તમાન સમયને અનુરૂપ શિક્ષણનું વાતાવરણ નિર્માણ કરવું તથા આધુનિકરણ કરવું.
 • સંસ્કાર સિંચન સાથે સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ થાય તેવું શિક્ષણ આપવું.
 • હોશિયાર ગરીબ વિદ્યાર્થીઓને સહાયરૂપ બનવું.
 • કોમ્પ્યુંટર શિક્ષણની વ્યવસ્થા ઉભી કરવી.
 • વ્યવસાયલક્ષી શિક્ષણ, તાલિમની વ્યવસ્થા કરવી.
 
આર્થિક ઉદેશોઃ-
 • જળસંચયની ક્ષમતા વધારવી.
 • જળસંચય અને જળ વ્યવસ્થાપન કાર્યક્રમો દ્વારા ખેતી અને ખેડૂતોને સમૃદ્ધ બનાવવા.
 • આધુનિક ખેતી પ્રત્યે જાગૃતિ કેળવવી, ખેડૂત શિબિરો, ખેડૂત સંમેલનો વિગેરે યોજવા.
 
સામાજિક ઉદેશોઃ-
 • સમાજ સંગઠન મજબૂત બનાવવું, સમાજિક એકતા દ્વારા સમાજ સમૃદ્ધિ લાવવી.
 • તાલુકા કક્ષાએ ‘વિવિધલક્ષી પાટીદાર સમાજિક કેન્દ્ર’ સ્થાપવા મદદરૂપ બનવું.
 • ‘વિવિધલક્ષી પાટીદાર સામાજિક કેન્દ્ર’માં બાલ સંસકાર કેન્દ્ર, સત્સંગ સભા, પુસ્તકાલય, નિદાન યજ્ઞ, વિશ્રાંતિ ગૃહ, વિવિધ સંમેલનો વિગેરે પ્રવૃતિઓ વિકસાવવી.
 
આરોગ્ય-પર્યાવરણલક્ષી ઉદેશોઃ-
 • સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવી, ગ્રામીણ સ્વચ્છતા કાર્યક્રમો કરવા.
 • આરોગ્ય પ્રત્યે સભાનતા લાવવી, વ્યસનમુક્તિ કાર્યક્રમો, રક્તદાન યજ્ઞ, નિદાન યજ્ઞ યોજવા.
 • વૃક્ષારોપણ, જળસંચય વિવગેરે દ્વારા પર્યાવરણની સમતુલા જાળવવી.
 
યોજનાના લક્ષ્યાંકો
  વધુ ૬૦૦૦ વિદ્યાર્થીઓ માટે રૂ.૩૦/- કરોડના ખર્ચે છાત્રાલય સુવિધા, શૈક્ષણિક સંકુલોનું નિર્માણ.
 • શૈક્ષણિક સંકુલોમાં તથા તાલુકા મથકે કોમ્પ્યુટર શિક્ષણની સુવિધા.
 • પાટીદાર સમાજના ગામડાઓમાં જળસંચય તથા જળ વ્યવસ્થાપન પ્રવૃતિઓ.
 • પાટીદાર સમાજના ગામડાઓમાં ગ્રામીણ સ્વચ્છતા, વૃક્ષારોપણ અને પર્યાવરણલક્ષી કાર્યક્રમો.
 
યોજનાના મુખ્ય પાસાઓ
 • આ યોજના ઈ.સ.ર૦૦૩ થી ર૦૦૮ પંચવર્ષીય યોજના છે.
 • દાતાશ્રી કુલ દાનની રકમ પાંચ વર્ષ દરમ્યાન વધુમાં વધુ પાંચ વાર્ષિક હપ્તામાં આપી શકશે. સિદસર મંદિર સંકુલ ખાતે નિયત જગ્યાએ પાટીદાર સહાયક દાતાશ્રી સુધીના નામ આરસમાં અંકિત કરવામાં આવશે.
 • યોજના પૂર્ણ થયે પ્રસિદ્ધ થનાર અહેવાલ ગ્રંથમાં રૂ.પ૧,૦૦૦/- સુધીના દાતાશ્રીઓના નામ, ફોટા સાથે અન્ય દાતાશ્રીના નામ પ્રમાણે પ્રસિદ્ધ કરવામાં આવશે.
 • સંખ્યાના મુખપત્ર ‘ઉમિયા પરિવાર’માં દાતાશ્રીના દાનની વિગતો આપવામાં આવશે.
 • જે તે વિસ્તાર/ઝોનમાંથી એકત્ર થયેલ ભંડોળની ૧૦૦% રકમ તે વિસ્તાર/ઝોનમાં વાપરવામાં આવશે.
 • દાતાશ્રી દાનની રકમ યોજનામાં સમાવિષ્ટ કાર્યો માટે ઈચ્છે ત્યાં સમગ્ર સૌરાષ્ટ્રમાં વાપરી શકાશે.
 
યોજના અન્વયે પુસ્તકોની એક શ્રેણી પ્રસિદ્ધ કરવામાં આવશે.
 • પાટીદાર ભામાશાઓ
 • પાટીદાર શ્રેષ્ઠીઓ
 • સહાયક દાતાશ્રીઓ
 • શુભેચ્છક દાતાશ્રીઓ

શ્રી ઉમિયા માતાજી સમૃદ્ધિ યોજના અન્વયે સિદસર ખાતે સુંદર અને ભવ્ય ‘સ્મૃતિ મંદિર’ નિર્માણ કરવામાં આવશે. સ્મૃતિ મંદિરમાં પાટીદાર ભામાશાઓ માટે ૭પ-૬૦ સે.મી. તથા પાટીદાર શ્રેષ્ઠીઓ માટે ૬પ-પ૦ સે.મી.સાઇઝની રંગીન તસ્વીરો મુકવામાં આવશે.

 
યોજનાનું વ્યવસ્થા તંત્ર
 • યોજનાના સંચાલન માટે સમિતિ/પેટા સમિતિઓની રચના.
 • સમગ્ર સૌરાષ્ટ્રનાં તાલુકા મથકોએ તથા મુખ્ય ગામોમાં મીટીંગ, ચર્ચા સભા, પ્રવાસ, મુલાકાત.
 • સંનિષ્ઠ અને સેવાભાવી કાર્યકરોની ટીમ દ્વારા યોજનાનો ઘનિષ્ઠ પ્રચાર-પ્રસાર, સઘન જનસંપર્ક તથા અમલીકરણ.
 • સિદસર ખાતે મંદિર કાર્યાલયમાં ખાસ વિભાગ તથા સમયાંતરે અમલીકરણ સમીક્ષા
Dhawaj Poojan
Video Gallery
Any question or work related web please contact us on web@umasidsar.org
Home | About Trust | Facilities | Kadva Patidar Directory | How to Reach | Community Activities | Photo Gallery | Video Gallery | Audio Gallery | Contact Us
Copyright © 2019, Umasidsar.org, All Rights Reserved. | Web Solutions ::